Birbal Death: ખૂબ જ દર્દનાક રીતે થઈ હતી બિરબલની હત્યા: બિરબલનું મૃત્યુ: આપણે બધા નાનપણમાં અકબર બિરબલની વાર્તા સાંભળી જ હશે. અને બિરબલના ચૂટકુલા પણ સાંભળ્યા જ હશે. બીરબલ એ એક અકબરના દરબારમાં નવ રત્ન માનું એક રત્ન હતું. બિરબલ એક ચતુર મંત્રી હતો. અનેક સમસ્યાના સમાધાન માટે બિરબલની યુક્તિ જાણીતી હતી. પરંતુ આપણે બધા ને ખબર જ છે કે અકબર બાદશાહ મૃત્યુ થયું પણ Birbal Death એટ્લે કે બિરબલનું મૃત્યુ કેવી રીતે થયું તે કોઈએ ને ખબર નહીં હોય. તો આવો જોઈએ આ Birbal Death વિશેની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
Birbal Death વિશે
આપણે નાનપણથી જ સમ્રાટ અકબર અને બીરબલની વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ. અકબરના પ્રશ્નો અને બિરબલના મજાકિયા જવાબો. જો આપણે જોક્સનું પહેલું પુસ્તક વાંચ્યું હશે કદાચ તો તે અકબર બીરબલના જોક્સ હશે. બીરબલ અકબરનો ખૂબ જ પ્રિય મંત્રી હતો અને તેના નવ રત્નોમાંનો એક હતો. જોકે, બિરબલનું મોત અફઘાનિસ્તાનમાં યુદ્ધ દરમિયાન થયું હતું. બાદશાહ અકબરની ભૂલના કારણે તેમને ગુમનામીનું મોત થયુ હતું. તેમના મૃત્યુ પછી પણ તેમના મૃત્યુ થયું હોવાની અફવાઓ ઉડતી રહી. જોકે, બીરબલનો મૃતદેહ ક્યારેય મળી શક્યો નહીં. આવો જાણીએ કેવી રીતે Birbal Death એટ્લે કે બીરબલનું મોત થયું હતું.
આ પણ વાંચો: ભારતના 5 સૌથી ધનાઢ્ય મંદિર, અહી દરરોજ આવે છે કરોડોનું દાન, જુઓ સંપૂર્ણ માહિતી.
શમી ઝમાનના પુસ્તકમાં આ વિશેની માહિતી આપી છે
શમી ઝમાનના પુસ્તક ‘અકબર’માં પણ બીરબલની છેલ્લી વખતની માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનના સ્વાત અને બાજૌરમાં કેટલાક આદિવાસીઓએ આતંક મચાવ્યો હતો. લોકો તેમની લૂંટફાટથી પરેશાન હતા. અકબરે સૌ પ્રથમ પોતાના એક સેનાપતિ ઝૈનખાન કોકાને એ કબીલાના લોકો પાસેથી લોખંડ લેવા મોકલ્યો હતો, પરંતુ તેનો પરાજય થયો હતો. કોકાએ અકબરને મદદ માટે એક પત્ર લખ્યો હતો જે પછી અકબરે બીરબલને યુદ્ધ માટે મોકલવાનો નિર્ણય કર્યો, જે ખૂબ ખોટો સાબિત થયો કારણ કે બીરબલ જેટલો વહીવટી કાર્યમાં પારંગત હતો તેટલો યુદ્ધમાં નહોતો.
કેવી રીતે થઈ બીરબલની હત્યા
એવું કહેવામાં આવે છે કે કોકાએ બીરબલ સામે કાવતરું ઘડ્યું હતું. બંને વચ્ચે પહેલાથી જ સબંધ સારો નહતો. બીરબલ જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે તેને પહાડ પરથી ફેંકીને મારી નાખવામાં આવ્યો હતો. એવું પણ કહેવામાં આવે છે કે અફઘાન આદિવાસીઓના હુમલામાં બીરબલનું મોત નીપજ્યું હતું. એવું કહેવામાં આવે છે કે બીરબલ પથ્થર નીચે દટાઈ ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું.
બીરબલના મોત પછી અકબરે શું કર્યું?
અબુલ ફઝલે અકબર નામામાં લખેલું છે કે બીરબલના મૃત્યુ પછી અકબરને ખૂબ જ દુઃખ થયું અને તે ઉદાસ રહેવા લાગ્યાં હતા. દિવસો સુધી તેમણે ખાધું નહોતું અને બીરબલના મોતનો ગમ મનાવ્યો હતો.
આ પણ વાંચો: આ એક જ વેબસાઇટ પર મળશે 13000 જેટલી સરકારી સુવિધા ઓનલાઇન ઘરે બેઠા,
નહોતી મળી બીરબલની લાશ
બીરબલનો મૃતદેહ તેના મૃત્યુ પછી પણ મળ્યો ન હતો. અકબરે પાછળથી નક્કી કર્યું હતું કે તે બીરબલનો મૃતદેહ શોધવા માટે અફઘાનિસ્તાન જશે, પરંતુ લોકોએ તેને સમજાવી અને અટકાવ્યા હતા. પાછળથી એવી અફવાઓ ઉડતી રહી કે બીરબલ જીવતો છે અને હવે તે સાધુના વેશમાં રહેવા લાગ્યો છે. જોકે તે મળ્યો નહોતો અને આખરે માની લેવાયું કે બીરબલનું મોત થયું છે.
આ એક મીડિયા રિપોર્ટ પરથી માહિતી લેવામાં આવી છે. અમે પણ ફક્ત માહિતી પ્રદાન કરીએ છીએ. આ માટે juniorclerk.com દ્વારા જેટલી માહિતી એકત્રિત થઈ છે તે આપવામાં આવી છે.
અગત્યની લીંક
હોમ પેજ પર જાઓ | અહી ક્લિક કરો |
અમારા WHATSAPP Group માં જોડાવા માટે | અહી ક્લિક કરો |

Birbal Death ક્યાં દેશમાં થયું હતું ?
અફઘાનિસ્તાનમાં
Birbal Death માં કોને કાવતરું ઘડ્યું હતું ?
કોકાએ