Delhi mumbai Express way: જયપુરથી દિલ્હી જવા લાગશે માત્ર ૩ કલાક,જાણો એકસપ્રેસ વે પર શું સુવિધાઓ મળશે

Delhi mumbai Express way: દિલ્હી-મુંબઇ એકસપ્રેસ વે: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે નુ કામ પૂરજોશમા ચાલી રહ્યુ છે. તેના પહેલા ફેઝનો શુભારંભ તહઇ ગયો છે. આ દેશનો સૌથી મોટો એક્સપ્રેસ-વે હશે. દૌસાના ભંડારેજથી સોહના સુધી એક્સપ્રેસ-વે કમ્પલીટ તૈયાર થઈ ગયો છે. આજે આ પોસ્ટમા જાણીએ દિલ્હી મુંબઇ એકસપ્રેસ વે પર કેવી કેવી સુવિધાઓ મળશે. અને આ એકસપ્રેસ વે ની શું ખાસીયતો છે ?

Delhi mumbai Express way

દિલ્હી મુંંબઇ એકસપ્રેસ વે માટે પહેલા ફેઝ પછી બીજા અને ત્રીજા ફેઝની શરૂઆત પણ આ જ વર્ષે થઇ જશે. સૌથી ઝડપી કામ સોહનાથી લઈને રાજસ્થાન મા કરવામા આવ્યુ છે. હાઇવે ની બનાવટમા જર્મન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એકસપ્રેસ વે પર તમે 150 કિમીથી વધુની ઝડપે વાહનો ચલાવી શકાય છે, જોકે આ રસ્તા પર સ્પીડ લિમિટ 120 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે.

દિલ્હી-મુંબઇ એકસપ્રેસ વે સુવિધાઓ

Delhi mumbai Express way એકસપ્રેસ વે અપ્ર નીચેના જેવી સુવિધાઓ મળશે.

ટ્રોમા સેન્ટર

Delhi mumbai Express way પર રેસ્ટ કરવાના એરિયામાં ટ્રોમા સેન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યાં નિષ્ણાંત તબીબો 24 કલાક ડ્યૂટી પર હાજર હશે. જો મુસાફરી દરમિયાન કોઈની તબિયત બગડે તો તેને ટ્રોમા સેન્ટરમાં લઈ જઈ શકો છો. અહીં સ્ત્રી-પુરુષ માટે અલગ-અલગ વોર્ડ બનાવવામાં આવ્યા છે. અહીં આઈસીયુ વોર્ડ, ઓપરેશન થિયેટર પણ બનાવવામાં આવ્યાં છે, આ ટ્રોમા સેંટર મા દર્દીઓનું ઓપરેશન કરવાની પણ સુવિધા છે, ત્યાં NHAI તરફથી એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ હોય છે. હાઇવે પર અકસ્માત થાય તો દર્દીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત ટ્રોમા સેન્ટરમાં લઈ જઈ શકાય છે.

ચાર્જિંગ પોઈન્ટ

હાલ ભારતમાં ઈલેકટ્રીક વાહનો ની સંખ્યા કાયમ થી કાયમ વધતી જાય છે. આ બાબતનું પણ આ પ્રોજેક્ટમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. આ રેસ્ટ એરિયામાં અલગ ચાર્જિંગ સ્ટેશન પણ બનાવવામાં આવ્યાં છે, જે 24 કલાક ચાલુ હશે. ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે અલગથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.

પેટ્રોલ પંપ

Delhi mumbai Express way પર રેસ્ટ એરિયાની બંને બાજુએ પેટ્રોલ પંપ પણ બનાવવામાં આવ્યા છે, કારણ કે દિલ્હીથી હાઇવે પર આવ્યા પછી તમે ઈન્ટરચેન્જ પર જ પાછા આવી શકો છો. પેટ્રોલ અને ડીઝલની સમસ્યા ન થાય તે માટે NHAI દ્વારા પેટ્રોલ પંપ માટે અલગ-અલગ વ્યવસ્થા ઊભી કરવામા આવશે.

રેસ્ટોરન્ટ

એકસપ્રેસ વે પર રેસ્ટ એરિયાની બંને બાજુ અલગ-અલગ રેસ્ટોરાં શરુ કરવામા આવી છે. સાઉથ ઈન્ડિયન,પંજાબી ચાઈનીઝ ખાણી પીણી અહીં મળશે. દેશી-વિદેશી નાગરિકો તમામ પ્રકારનાં સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશે. બાળકોને રમવા માટે ફન પાર્ક પણ બનાવવામાં આવ્યા છે.

ગ્રામીણ હાટ

આ એકસપ્રેસ વે પર અહીં ગ્રામીણ હાટ પણ બનાવવામાં આવ્યા છે, જેમાં હેન્ડિક્રાફ્ટની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. નાના કારીગરો દ્વારા બનાવેલી વસ્તુઓને ખરીદીને અહીં લાવવામાં આવશે. એનાથી નાના ઉદ્યોગોને પણ વેગ મળશે. અને નાના કારીગરોને વ્યવસાયમા પ્રોત્સાહન મળશે. કેશ ની સમસ્યા દૂર કરવા એટીએમ પણ લગાવવામાં આવશે.

સર્વિસ સ્ટેશન

Delhi mumbai Express way ની સૌથી મોટી વિશેષતા એ છે કે જો તમારી કાર અકસ્માતમાં બગડી જાય કે નુકસાન થાય તો અહીં અલગ અલગ જગ્યાએ સર્વિસ સ્ટેશન પણ બનાવવામાં આવ્યાં છે.

સિક્યોરિટી

દર 500 મીટરે CCTV કેમેરા મોકવામા આવ્યા છે.
આ એઅક્સપ્રેસ વે મા યાત્રામાં અમને સમગ્ર એક્સપ્રેસ-વે પર સિક્યોરિટી નજર આવી. દર 500 મીટરે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. એક્સપ્રેસ-વે પર ગયા પછી આ CCTV કેમેરાઓમાં સંપૂર્ણ રેકોર્ડ રહેશે. કયુ વાહન ક્યાંથી ચઢ્યા અને ક્યાંથી બહાર નીકળ્યા.

સ્પીડ લીમીટ

120થી વધુની સ્પીડ હશે તો ઓનલાઈન મેમો આવશે
Delhi mumbai Express way અત્યારસુધી લોકો કોઈપણ હાઇવે પર કોઈપણ ઝડપે વાહન ચલાવી શકતા હતા, પરંતુ આ એક્સપ્રેસ-વે પર આવું નહીં થાય. અહીં ઠેર-ઠેર સ્પીડ-મીટર લગાવવામાં આવ્યાં છે. જો વાહન 120થી વધુ સ્પીડમાં ચલાવશો તો ઓનલાઈન ચલણ કપાશે. વાહનના રેકોર્ડમાં હાજર મોબાઈલ નંબર પર મેસેજ આવશે. એ સંપૂર્ણપણે હાઇટેક હશે. એનો દંડ પણ હાઇવે પર જ વસૂલવામાં આવશે.

સલામતી

રખડતાં જાનવરો નુકશાન પહોંચાડશે નહીં
આ એક્સપ્રેસ-વે સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. ભારતમાં એવો કોઈ હાઇવે નથી, જ્યાં રખડતાં પ્રાણીઓના કારણે અકસ્માત ન થતા હોય. NHAI નો આ એકસપ્રેસ વે બાબતે એવો દાવો છે કે રખડતાં પ્રાણીઓ એક્સપ્રેસ-વેમાં પ્રવેશી શકશે નહીં. આ માટે એક્સપ્રેસ-વેની બંને તરફ મોટી રેલિંગ લગાવવામાં આવી છે. આ સિવાય એક્સપ્રેસ-વેની ઊંચાઈ પણ વધુ રાખવામા આવી છે. જેથી પ્રાણીઓ ચઢી શકતાં નથી.

અગત્યની લીંક

દિલ્હી મુંબઇ એકસપ્રેસ વે વિડીયોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Delhi mumbai Express way
Delhi mumbai Express way

દિલ્હી થી મુંબઇ કેટલા કીલોમીટર થાય છે ?

1435 કી.મી.

1 thought on “Delhi mumbai Express way: જયપુરથી દિલ્હી જવા લાગશે માત્ર ૩ કલાક,જાણો એકસપ્રેસ વે પર શું સુવિધાઓ મળશે”

Leave a Comment