Gov india Services: આ એક જ વેબસાઇટ પર મળશે 13000 જેટલી સરકારી સુવિધા ઓનલાઇન ઘરે બેઠા: બધા લોકોને સરકારી કામકાજ માટે ઓફિસોમાં ધક્કા ખાવા પડે છે. અલગ અલગ ડૉક્યુમેન્ટ કઢાવવા, અધિકારીઓની સાઇન કરાવવી, ફોર્મ ભરવા વગેરે બાબતો થી લોકોને સરકારી ઓફિસોના ધક્કા ખાતા હોય છે. તેમ છતાં ટાઈમે કામ થતું નથી. આ માટે Gov india Services માટે સરકારે એક વેબસાઇટ બનાવી છે આ ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી લોકો ઘરે બેઠા 13000 જેટલી સુવિધાનો લાભ લઈ શકે છે. તો ચાલો જાણીએ નીચે મુજબ વિગતે.
Gov india Services
સરકાર દ્વારા લોકોને સારી સુવિધા મળી રહે માટે તે માટે એક વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. જેની મદદથી તમે ઘરે બેઠા જુદા જુદા કામ ઓનલાઈન કરી શકો છો.અને ઓફિસોમાં જવાની જરૂ પણ પડતી નથી. આ Gov india Services માં વેબસાઈટ વિશે ભાગ્યેજ લોકોને ખબર છે, જેના કારણે લોકોને ઓફિસના ધક્કા ખાવા પડે અને પોતાનું કામ કરાવવું પડે છે. ત્યારે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને આ Gov india Services સરકારી યોજનાઓનો લાભ થી વંચિત રહે છે. અને સરકારી કામ કરી શકતા નથી. જેમાં સરકારે સરકારી ડોક્યુમેન્ટ બનાવવાનું પણ વિકલ્પ પણ છે.
આ પણ જુઓ: 20000 થી ઓછા રૂપિયામાં સારી કંપનીના 5G મોબાઈલ ફોન, જુઓ આ 5 શ્રેષ્ઠ ફોન
ઓફિશિયલ વેબસાઇટ
સરકારે લોકો સુધી તમામ સરકારી યોજનાઓ અને સરકારી કામોનો લાભ પહોચે તે હેતુથી એક ઓનલાઈન સોલ્યુશન શોધી લીધું છે. જેમાં અમે તમને આવી જ એક પ્રકારની સરકારી વેબસાઈટ વિશે જણાવી રહ્યા છીએ, https://services.india.gov.in/ જેની મદદથી તમે ઘરે બેઠા 13,000 જેટલી Gov india Services પર કામ કરી શકો છો.
યોજના
અહીંયા તમને આ સરકારી વેબ સાઇટ services.india.gov.in વિશે જણાવી રહ્યા છીએ. જ્યાં તમામ લોકો 13,350 જેટલી સર્વિસનો લાભ લઈ શકે છે. જેમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક ,સરકારી હરાજીમાં શામેલ થવા, ટેક્સ વિશે જાણકારી મેળવવા અથવા જન્મનું પ્રમાણપત્ર બનાવવાનું હોય અથવા અન્ય સરકારી કામ આ વેબસાઈટ ના માધ્યમથી તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ તમામ કામ કરવા માટે તમારે સરકારી ઓફિસમાં જવાની જરૂર નહીં પડે.
પોર્ટલ
આ સરકારી પોર્ટલ પર નાણાંકીય મંત્રાલયની 121 જેટલી સર્વિસ, Ministry of Petroleum and Natural Gas ની 100 જેટલી સર્વિસ, Ministry of Health ની 72 જેટલી સર્વિસ, Ministry of Personal Public Grievances and Pensionsની 60 જેટલી સર્વિસ, શિક્ષા મંત્રાલયની 46 જેટલી સર્વિસ, Ministry of Minority Affairsની 39 જેટલી સર્વિસ, વિદેશ મંત્રાલયની 38 જેટલી સર્વિસ સહિત બીજી ઘણી સર્વિસ આ વેબસાઈટ પર આવેલેબલ રહેશે. આ વેબસાઈટ પર તમે કોઈપણ સર્વિસનો લાભ મેળવી શકો છો.
આ પણ જુઓ: શા માટે લખવામાં આવે છે ડેબિટ કાર્ડ 16 અંક, આ 16 અંકની અંદર હોય છે અગત્યની માહિતી
અરજી કરવાના સ્ટેપ
તમે આ યોજનાનો લાભ લેવા નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.
- જો તમે આ સરકારી કામકાજ કરવા માંગો છો, તો સૌથી પહેલા services.india.gov.in ની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ.
- હવે તમે વેબસાઇટની જમણી બાજુએ આવેલAll category પર ક્લિક કરો.
- હવે જે કોઈ પણ સર્વિસનો લાભ લેવા માંગો છો, તે સર્વિસ પર ક્લિક કરો. (દા.ત.. જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરવી હોય તો બર્થ,ડેથ,મેરિજ એન્ડ ચાઇલ્ડકેર પર ક્લિક કરો).
- હવે ડાબી બાજુમાં આપેલા સર્ટિફિકેટ, રજીસ્ટર ઓફિસ, Name Change પર ક્લિક કરો.
- હવે તમે જોઈતી માહિતી મેળવી તેના પર કામ કરી શકો છો.
Gov india Services પર મળતી સુવિધાઓ
આ વેબસાઇટ દ્વારા આમ તો ઘણા સરકારી કામો ઓનલાઇન કરી શકાય છે પરંતુ તેમાથી મુખ્ય કામો નીચે મુજબ છે.
- બીલનુ ઈ-પેમેન્ટ
- ડ્રાઇવીંગ લાયસન્સ
- કંડકટર લાયસન્સ
- નવુ લર્નીંગ લાયસન્સ
- ડોમીસાઇલ સર્ટીફીકેટ
- આવક સર્ટીફીકેટ
- વિદ્યાર્થીઓની સ્કોલરશીપ ને લગતા કામ
- નવુ લાઇટ બીલ કનેકશન
- નોન ક્રીમીલેયર સર્ટીફીકેટ
- મેરેજ સર્ટીફીકેટ
આ સિવાય અન્ય બીજી સુવિધાઓ આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આમ ઘરેબેઠા જ તમે આ વેબસાઇટ પર સરકારી સુવિધાઓનો લાભ લઇ શકો છો.
અગત્યની લીંક
સર્વિસ માટેની સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |

Gov india Services કેટલી સુવિધા મળે છે ?
13000 કરતાં વધુ
Gov india Services માટે સતાવાર વેબસાઇટ કઈ છે ?
https://services.india.gov.in/