GSRTC Bus: ST બસ માં ગિર, દ્વારકા, સોમનાથ, અમુલ, મોઢેરા, શબ્દો કેમ લખેલા હોય છે?

GSRTC Bus: આપણે બધા ST બસમાં મુસાફરી કરતા જ હોઈએ છીએ. આ St બસોનું સંચળ GSRTC દ્વારા કરવામાં આવે છે. તેમનું પુરુ નાંમ Gujarat State Road Transport Corporation’ , જેનું સંચન ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવે છે અને આ ST બસો માં હવે તો નવી નવી સુવિધાઑ પણ મળે છે. જેમ તમે ઓનલાઈન ટ્રાંજેકશન દ્વારા ટિકિટ બુક કરવી શકો છો. સાથે બસ પાસ કઢાવીને ઓછા પૈસામાં મુસાફરી કરી શકો છો. પરંતુ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે બસની આગળ ઉપર ગિર, દ્વારકા, સોમનાથ, અમુલ, મોઢેરા જેવા નામો કેમ લખેલા હોય છે? ચાલો જાણીએ નીચે મુજબ….

GSRTC Bus ની ડિટેલ

ગુજરાત એસ ટી બસ રોજ એક્સપ્રેસ અને લક્ઝરી બસની સેવાઓ પૂરી પાડે છે તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓએ માટે તથા વિકલાંગ લોકો માટે એસટી બસ સુવિધા પૂરી પાડે છે. આ એસટી બસની જાળવણી કરવા માટે ઘણા બધા ડેપો આવેલા છે. આ GSRTC Bus નીઓનલાઈન ટિકિટો, SEATનું એડવાન્સ બુકિંગ અને રિઝર્વેશન જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે. તેમજ તેમની Application માં પણ આ બધી સુવિધા દર્શાવવામાં આવી છે.

આ પણ જુઓ: તમારા બાળકને ફોન જોવાની ટેવ છે?, ટેવ છોડાવો આ રીતે માત્ર 1 અઠવાડીયામાં

GSRTC દ્વારા લક્ઝરી બસની સુવિધા

GSRTC Bus એ બેસ્ટ લક્ઝરી બસો પણ ચલાવે છે જેમાં એકસ્ટ્રા સુવિધાઓ જેમ કે રિક્લાઈનિંગ સીટ, ફૂટરેસ્ટ અને ઓનબોર્ડ એન્ટરટેઈનમેન્ટ જેવી સુવિધાઑ આપવામાં આવે છે. ટ્રાવેલિંગ કરતાં લોકોને સલામતી અને આરામ સરખો કરવા માટે તેની બસોની નિયમિત રીતે જાળવણી કરવામાં આવતી રહેતી હોય છે. GSRTC પાસે તેમની બસોની જાળવણી અને સમારકામની કામ કરવા માટે રાજ્ય ભરમાં ડેપો અને વર્કશોપનું મોટું નેટવર્ક છે.

GSRTC બસો ઉપર નામ કઈ રીતે આપવામાં આવે છે?

આ GSRTC Bus માં આગળ કાચમાં ઉપર આપેલા નામ તેમના વિસ્તાર મુજબ આપવામાં આવે છે જે આપણે નીચે પ્રમાણે જોઈએ.

  • અમદાવાદ વિભાગની બસ પર “આશ્રમ” નામ લખેલું જોવા મળે છે.
  • અમરેલી વિભાગની બસ પર “ગિર” નામ લખેલું જોવા મળે છે.
  • મહેસાણા વિભાગની બસ પર “મોઢેરા” નામ લખેલું જોવા મળે છે.
  • ભાવનગર વિભાગની બસ પર “શેત્રુંજય” નામ લખેલું જોવા મળે છે.
  • ભૂજ વિભાગની બસ પર “કચ્છ” નામ લખેલું જોવા મળે છે.
  • ગોધરા વિભાગની બસ પર “પાવાગઢ” નામ લખેલું જોવા મળે છે.
  • નડિયાદ વિભાગની બસ પર “અમુલ” નામ લખેલું જોવા મળે છે.
  • જામનગર વિભાગની બસ પર “દ્વારકા” નામ લખેલું જોવા મળે છે.

આ પણ જુઓ: ગુજરાત ના બધા જિલ્લાના RTO પાર્સીંગ કોડ, વાહન કયા જિલ્લાનુ છે તે જાણો;

  • જુનાગઢ વિભાગની બસ પર “સોમનાથ” નામ લખેલું જોવા મળે છે.
  • પાલનપૂર વિભાગની બસ પર “બનાસ” નામ લખેલું જોવા મળે છે.
  • રાજકોટ વિભાગની બસ પર “સૌરાષ્ટ્ર” નામ લખેલું જોવા મળે છે.
  • સુરત વિભાગની બસ પર “સૂર્યનગરી” નામ લખેલું જોવા મળે છે.
  • વડોદરા વિભાગની બસ પર “વિશ્વામિત્રી” નામ લખેલું જોવા મળે છે.
  • વલસાડ વિભાગની બસ પર “દમણ ગંગા” નામ લખેલું જોવા મળે છે.
  • હિમ્મતનગરની બસ પર “સાબર” નામ લખેલું જોવા મળે છે.
  • ભરુચ વિભાગની બસ પર “નર્મદા” નામ લખેલું જોવા મળે છે.

આવી રીતે GSRTC Busના વિભાગ છે જેમાં બસ કયા વિભાગની છે તેના પર બસની આગળ કાચ ઉપર અલગ અલગ નામ લખેલા જોવા મળે છે.

GSERTC Official WebsiteClick here
Home PageClick here
Join our whatsapp Groupઅહીં ક્લિક કરો
GSRTC Bus
GSRTC Bus

જીએસઆરટીસી ની સતાવાર વેબસાઇટ કઈ છે?

https://gsrtc.in/site/

GSRTC કેટલા ડિવિઝન કેટલા ડિવિઝનમા કચ ઉપર નામ લખેલા છે?

16

Leave a Comment