India’s richest temple: ભારતના 5 સૌથી ધનાઢ્ય મંદિર, અહી દરરોજ આવે છે કરોડોનું દાન, જુઓ સંપૂર્ણ માહિતી.

India’s richest temple: ભારતના 5 સૌથી ધનાઢ્ય મંદિર: કરોડોનું દાન: આપણાં દેશમાં દર 5 કિલોમીટરની અંદર એક મંદિર આવેલું છે. અને ભારતના લોકો જુદા જુદા ધર્મ પળનારા લોકો વસે છે દરેક પોતાની શ્રધ્ધા પ્રમાણે ભગવાનને માને છે અને તેમને લાડ લડાવે છે. ઉપવાસ રાખે છે. દાન આપે છે. ત્યારે India’s richest temple એટ્લે કે ભારતના સૌથી વધુ દાન મેળવતા મંદિરની વાત કરવામાં આવે તો ભારતમાં અમુક મંદિરમાં કરોડો રૂપિયાનું દાન આવે છે. તો જોઈએ આ India’s richest temple માં 5 મંદિરો કે જે સૌથી વધુ દાન આવે છે.

India’s richest temple વિશે

ભારતીય પરંપરા અને ઈતિહાસમાં મંદિરોનું ઘણું મહત્વ છે. આ આપણી આસ્થાના તેમજ દેશના સમૃદ્ધ ધાર્મિક વારસાના પ્રતિક રૂપે છે. એક અંદાજ મુજબ, દેશભરમાં 500,000 થી વધુ મંદિરો આવેલા છે. લોકો મંદિરોમાં જઈને માનતા માગે છે અને તેની પૂર્ણાહુતિ પર તેઓ તેમની પરિસ્થિતિ મુજબ મંદિરોને પૈસા, સોનું અને ચાંદી વગેરેનું દાન આપે છે. આ દાનની વિગતમાં India’s richest temple જોઈએ.

આ પણ વાંચો: UPSC દ્વારા કુલ 71 જેટલી જગ્યા પર ભરતી, જુઓ અગત્યની તારીખો તથા ફોર્મ ભરવાની વિગતો વિશેની માહિતી.

1. સિદ્ધિવિનાયક મંદિર

ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ભગવાન ગણેશનું સુપ્રસિદ્ધ મંદિર સ્થિત છે. સિદ્ધિવિનાયક મંદિરનો મહિમા દેશ વિદેશમાં ફેલાયેલો છે. જે મંદિરની સૂંઢ ડાબી તરફ હોય તે સિદ્ધપીઠથી જોડાયેલી હોય છે. આ મંદિરોને સિદ્ધિવિનાયક મંદિર તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોની માનતા પૂર્ણ થાય છે. આ જ કારણ છે કે મોટા-મોટા નેતા, અભિનેતાઓ અને ટેલિવિઝન કલાકારોથી લઈ સામાન્ય લોકો દર્શન કરવા અને માનતા પૂર્ણ કરવા આવતા હોય છે. રિપોર્ટ્સ મુજબ દર વર્ષે મંદિરને અંદાજે દાન 75 થી 125 કરોડ રૂપિયા મળે છે. સિદ્ધિવિનાયક મંદિરને 3.7 કિલોગ્રામ સોનાથી મઢાવવામાં આવ્યું છે. જે કોલકત્તાના વેપારીએ દ્વારા દાન કર્યુ છે.

2. વૈષ્ણોદેવી મંદિર

હિન્દુ ધર્મમાં વૈષ્ણોદેવી મંદિર પ્રત્યે ધાર્મિક આસ્થા જોડાયેલી છે. આ મંદિર ત્રિકુટા પર્વત પર કટરામાં 1700 મીટરની ઉંચાઈ પર આવેલું છે. વિદેશ માથી દર વર્ષે લાખો ભકતો માતાના દર્શન માટે આવે છે. એક વેબસાઈટ મુજબ 500 કરોડ રૂપિયા દર વર્ષે ભકતો તરફથી આ મદિરને દાન મળે છે.

3. સાઈ બાબા મંદિર

મહારાષ્ટ્રના અહમદનગરમાં આવેલ શિરડી સાઈ બાબા મંદિર દેશ વિદેશમાં ખુબ જ પ્રખ્યાત છે. દર વર્ષે લાખો દર્શનાર્થીઓ દેશ વિદેશથી સાઈબાબાના દર્શન માટે આવે છે. શિરડી સાઈ સંસ્થાનના રિપોર્ટ અનુસાર 480 કરોડ રૂપિયા દર વર્ષે દાન પેટે મંદિરને મળે છે. કહેવાય છે કે મંદિર પાસે અંદાજે 32 કરોડ રૂપિયાના ચાંદીના ઘરેણા છે અને 6 લાખની કિંમતના ચાંદીના સિક્કા છે. દર વર્ષે અંદાજિત 350 કરોડ રૂપિયાનું દાન આવે છે.

આ પણ વાંચો: આ એક જ વેબસાઇટ પર મળશે 13000 જેટલી સરકારી સુવિધા ઓનલાઇન ઘરે બેઠા,

4. તિરૂપતિ બાલાજી મંદિર

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં 7 પહાડોથી બનેલા તિરૂપતિ બાલાજી મંદિર આજે સૌથી પ્રતિષ્ઠિત અને ધનિક મંદિરોમાં ગણવામાં આવે છે. વાસ્તુકલાનું ઉત્તમ નમૂના સમાન આ મંદિર સમુદ્રતટથી 2,800 ફૂટની ઊંચાઈ પર છે. આ મંદિરને તમિલ રાજા થોડઈમાને દ્વારા બનાવ્યું છે. કોરોના મહામારી પહેલા આ મંદિરમાં દરરોજ 60 હજારથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હતા. એમ કહેવાય છે કે આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર બિરાજમાન છે. જે વિષ્ણુના અવતાર છે. અંદાજે મંદિરની ફુલ સંપતિ 50 હજાર કરોડ રૂપિયા છે.

5. પદ્મનાભસ્વામી મંદિર

કેરળના તિરુવન્તપુરમ શહેરમાં પદ્મનાભસ્વામી મંદિર ભારતનું સૌથી ધનિક મંદિર છે. દ્રવીડ શૈલીમાં બનનાર પ્રાચીન મંદિરની સારસંભાળ ત્રાવણકોરનો પૂર્વ શાહી પરિવાર કરે છે. રિપોર્ટ અનુસાર, મંદિરની છ તિજોરીઓમાં ફુલ 20 અરબ ડોલરની સંપતિ છે. એટલું જ નહીં, મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની વિશાળ સોનાની મૂર્તિ બિરાજમાન છે, અહીં હજારો ભક્તો દર્શન માટે દૂર દૂરથી આવતા હોય છે. મૂર્તિની અંદાજિત કિંમત 500 કરોડ રૂપિયા છે.

અગત્યની લીંક

હોમ પેજઅહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
India's richest temple
India’s richest temple

India’s richest temple મા ભારતનું સૌથી દાનિક મંદિર ક્યૂ છે ?

પદ્મનાભસ્વામી મંદિર ભારતનું સૌથી ધનિક મંદિર છે

તિરૂપતિ બાલાજી મંદિર ની સંપતિ કેટલી છે ?

અંદાજે મંદિરની ફુલ સંપતિ 50 હજાર કરોડ રૂપિયા છે.

Leave a Comment