Light Board Socket: ઇલેક્ટ્રીક લાઇટ બોર્ડના સોકેટમાં આટલા બધા છિદ્રો કેમ હોય છે?: જરૂરી તો માત્ર 2 જ છિદ્રની: આપણાં દરેક ના ઘરે ઇલેક્ટ્રીક સ્વિચ બોર્ડ તો હોય છે અને આ સ્વિચ બોર્ડનો ઉપયોગ આપણે મોબાઈલ ચર્જિંગ , ઇલેક્ટ્રીક ઉપકરણ, ઇસ્ત્રી ફ્રીઝ, TV વગરે જેવા યંત્રોને ચલાવવા માટે કરીએ છીએ. પરંતુ તમે એ બાબત નોટિસ કરી હશે કે Light Board Socket માં આપણે તો ફક્ત 2 જ છિદ્રનો ઉપયોગ કરીએ છીએ તો પણ તેમાં કેમ વધુ છિદ્રો આપવામાં આવે છે? શું તેનો સબંધ કોઈ સુરક્ષા માટે છે? કે બીજું કઈ? તો આવો જાણીએ આ Light Board Socket વિશેની વધુ માહિતી નીચે મુજબ.
Light Board Socket વિશે
ઈલેક્ટ્રીક ઉપકરણોને જોડવા અને ચલાવવા માટે Light Board Socketમાં લગાવવામાં આવે છે. જેથી ઇલેક્ટ્રીક ઉપકરણ ચાલે. આ સાથે, પ્લગને કનેક્ટ કરીને જ વીજળી દ્વારા મશીનો ચલાવવામાં આવે છે. દરેક લોકો આ વાત જાણે છે. ઘરોમાં ઘણી બધી ઇલેક્ટ્રિક વસ્તુઓ બે જ છિદ્રથી ચાલે છે. પરંતુ, બોર્ડમાં એક મોટું છિદ્ર પણ છે. તે સુ કાર્ય કરે છે ? અને એ કેમ હોય છે? આવો જાણીએ.
આ પણ વાંચો: ભારતના 5 સૌથી ધનાઢ્ય મંદિર, અહી દરરોજ આવે છે કરોડોનું દાન, જુઓ સંપૂર્ણ માહિતી.
નીચેના છિદ્રો
નીચેના છિદ્રો વિશે વાત કરીએ તો, તેમાંથી એકમાં પ્રવાહ વહે છે અને બીજુ Neutral માટે છે. આ છિદ્રો દ્વારા, તમે ફોનને ચાર્જ કરીને અથવા ફક્ત વાયરને કનેક્ટ કરીને પણ ઘણા મશીનો આરામથી ચલાવી શકો છો. પરંતુ, તેની ઉપર એક મોટું કાણું કેમ હોય છે?
ત્રણ પ્લગ
ખરેખર, ત્રણ પ્લગ વાયર એસી, ટીવી અથવા લેપટોપ ચાર્જર જેવા ઘણા મશીનો સાથે અવેલેબલ છે. જો તમે આ Plug ને હટાવીને માત્ર વાયર જોશો, તો તમને ખબર પડશે કે અંદરથી માત્ર બે જ વાયર નીકળે છે. તમે આ બે વાયરને જોડીને પણ તે મશીન ચલાવી શકો છો.
આ પણ વાંચો: UPSC દ્વારા કુલ 71 જેટલી જગ્યા પર ભરતી, જુઓ અગત્યની તારીખો તથા ફોર્મ ભરવાની વિગતો વિશેની માહિતી.
ત્રીજું છિદ્ર
હવે અમે તમને જણાવીએ કે Switch Board ના Plugમાં આપેલ ત્રીજું એકમ અને સોકેટમાં હાજર ત્રીજું છિદ્ર શું છે. ખરેખર, તે અર્થિંગ માટે આપવામાં આવે છે. સોકેટમાં આપેલ મોટું કાણું અર્થિંગ માટે હાજર હોય છે. જે સુરક્ષા માટે આપવામાં આવે છે. જો કોઈપણ કારણે મશીનને શોર્ટ સર્કિટ થાય છે, તો આ અર્થિંગ વાયર કરંટને જમીન પર લઈ જાય છે અને તમને ઈલેક્ટ્રિક કરંટથી બચાવે છે. સેફ્ટીના દૃષ્ટિકોણથી તેને લાંબો અને જાડો બનાવવામાં આવ્યો છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહીં ક્લિક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |

Light Board Socket માં નીચેના છિદ્ર કેવા માટે હોય છે ?
તેમાંથી એકમાં પ્રવાહ વહે છે અને બીજુ Neutral માટે છે.
Light Board Socket માં ત્રીજું છિદ્ર કેવા માટે હોય છે ?
તે અર્થિંગ માટે આપવામાં આવે છે.