Mobile Phone habit: તમારા બાળકને ફોન જોવાની ટેવ છે?, ટેવ છોડાવો આ રીતે માત્ર 1 અઠવાડીયામાં;

Mobile Phone habit: આજના જમાનામાં બાળક મોબાઈલ વગર રહી શકતો નથી. બાળક કઈક જીદ કરે તો તેમના માતા પિતા તેમને મોબાઈલ રમવા અથવા જોવા માટે આપી દે છે. બાળકને ખવડાવવું હોય તો પણ તે મોબાઈલ જોતાં જોતાં જ જામે છે. વધુ પડતાં મોબાઇલના ઉપયોગ થી બાળકમાં ચીડિયાપણું આવે છે. આજકાલ વ્યસ્ત માતા પિતા પોતાના કામ માં હોવાથી બાળક પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકતા નથી. તેથી તેને સાચવવા માટે તેમણે મોબાઈલ હાથમાં આપી દે છે. અને બાળકને તેમની ટેવ પડી જાય છે. શું તમારા બાળકને આ ટેવ મુકાવવી છે? તો ચાલો જાણીએ વિગતે.

મોબાઈલ જોવાથી બાળકને શું નુકશાન થાય છે?

આ જમાનામાં મોટાભાગના બાળકોને મોબાઈલ જોવાની habit હોય છે. મોબાઈલ જોવાથી આંખોને અનેક ગણું નુકસાન થાય છે. તમે બાળકોને મોબાઈલ જોવા માટે આપો છો તો તે બંધ કરી દેવો જોઈએ. કારણ કે મોબાઈલ જોવાથી ઘણાં બધા બાળકોની આંખો ત્રાસી થઇ જાય છે. આમ, તમને એક વાત જણાવી દઇએ કે મોબાઈલ જોવાથી બાળકની આંખની કીકીને ખૂબ નુકસાન થાય છે અને બાળકની આ ઉમરમાં આંખોનું ઓપરેશન પણ શક્ય નથી. આ વાતને ગંભીરતાથી લઇને તમે તમારા બાળકોને મોબાઈલનો ઉપયોગ કરવા ટાળવું જોઈએ. તો ચાલો જાણીએ તમારા બાળકોને મોબાઈલની લાત છોડાવવા માટેની ટિપ્સ.

આ પણ જુઓ: ગુજરાત ના બધા જિલ્લાના RTO પાર્સીંગ કોડ, વાહન કયા જિલ્લાનુ છે તે જાણો;

બાળક ઉપર ગુસ્સો ના કરો.

જો તમારા બાળકોને Mobile Phone habit છોડવા માટે બાળક પર ક્યારેય પણ ગુસ્સે ના કરવો જોઈએ. ગુસ્સો કરવાથી બાળક વધારે પડતું જીદ્દી અને ચિડિયાળું બની જાય છે. આમ કરવાથી તમે બાળકને સમજાવવાનો પ્રયત્ન કરશો તો પણ એ સમજશે નહીં અને વધારે તકલીફ ઉભી કરશે. આ માટે બાળકને શાંતિથી સમજાવશો તો તેની આ આદત ધીમે ધીમે છૂટી જશે અને આંખોને પણ કોઇ નુકસાન નહીં થાય.

બાળકને પ્રવૃતિમય રાખો.

બાળકને હંમેશા પ્રવૃતિમય રાખવું જોઈએ. પ્રવૃતિ કરાવવાથી તેમનું મન ફ્રેશ રહે છે અને સાથે એ રાજી થઇ જાય છે. પ્રવૃતિમાં તમે ડ્રોંઇગ, પેઇન્ટિંગ, ઘરની અંદર ગેમ રમાડવી, કોઇ નાની વસ્તુને કલર કરતા શીખવાડવો વગેરે. આ તમારા માટે એક સારો રસ્તો છે Mobile Phone habit ને છોડાવવા માટે. આ પ્રકારની પ્રવૃતિથી બાળકનું મન શાંત રહે છે અને સાથે મોબાઇલ જોવામાં મન પણ લાગતું નથી. આ સાથે તમે રસોડામાં પણ મદદ કરતા શીખવાડો.

રમતો રમાડો.

Mobile Phone habit છોડાવવા માટે ખાસ કરીને તમે બાળકને ઘરે રમત રમતા શીખવાડો. આ માટે તમે ફૂટબોલ, વોલિબોલ, બાસ્કેટ બોલ , ક્રિકેટ જેવી અનેક પ્રકારની રમતો રમાડી શકો છો. તથા તમે બાળક સાથે બેસીને પણ ઘરમાં રમી શકાય તેવી રમતો રમી શકો છો. ધીમે ધીમે જ્યારે બાળકને રમતોમાં મન લાગશે તો એ મોબાઈલ જોવાનું છોડી દેશે. તો આ તમારા બાળકને ફોન છોડાવવા માટે એક સારો ઉપાય છે.

આ પણ જુઓ: શું તમે જાણો છો? સોનાનો ભાવ દરરોજ કોણ નક્કી કરે છે. દિવસમાં 2 વખત થાઈ છે ભાવ નક્કી.

બાળકને મારશો નહીં.

અહી વાત કરવામાં આવે તો માતા પિતા જ્યારે પોતાના કામથી કે બોસના ગુસ્સા કંટાળી જાય ત્યારે બાળક પર ગુસ્સો કરીને તેમને મારતા હોય છે. પણ આવી આદત તમારે સુધારવાની છે. બાળકને માર્યા વગર તમે પ્રેમથી સમજાવો છો કે મોબાઇલ જોવાથી આંખોને કેવું નુકસાન થાય છે.

ખાસ કરીને આ તમારા માટે જાણકારીના રૂપમાં છે આ ટિપ્સને અજમાવતા પહેલા કોઈ એક્સપર્ટની સલાહ લઈ લેવી હિતવાત છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Mobile Phone habit
Mobile Phone habit

મોબાઈલ ફોન જોવાથી સૌથી વધુ ક્યાં અંગને નુકશાન થાય છે?

આંખની કીકીમાં

મોબાઈલ ફોન જોવાથી આંખમાં થયેલ નુકશાન માટે ઓપરેશન શક્ય છે?

ના

2 thoughts on “Mobile Phone habit: તમારા બાળકને ફોન જોવાની ટેવ છે?, ટેવ છોડાવો આ રીતે માત્ર 1 અઠવાડીયામાં;”

Leave a Comment