Monsoon Health Tips: ભારે વરસાદ બાદ તોડાતું રોગચાળાનું જોખમ: આ 5 Tips થી બચી શકાય: અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને વરસાદ ખુબ પડી રહ્યો છે. ત્યારે લોકો પલાળવાથી કે આ પાણી જન્ય મચ્છરોથી બીમાર પડતાં હોય છે. અને આ બીમારી ટૂંકા ગાળાની કે લાંબા ગાળાની હોય શકે છે અને દવામાં ખૂબ રૂપિયા ખર્ચવા પડે છે. ત્યારે આપણે આ ઋતુમાં આપણાં શરીરનું પૂરતું ધ્યાન રાખીએ તો ઋતુગત બીમારીથી બચી શકાય છે. ત્યારે અમે કેટલીક આ Monsoon Health Tips લઈને આવ્યા છીએ જે તમને આ ઋતુગત બીમારીથી બચાવશે. તો ચાલો જાણીએ આ Monsoon Health Tips વિશે નીચે મુજબ માહિતી.
Monsoon Health Tips
છેલ્લા કેટલાક દિવસોથી આપણે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના લીધે કેટલાક શહેરોમાં તો પૂરની સ્થિતિ સર્જાણી છે. નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયો છે. વરસાદી પાણીના ભરાવના લીધે અને ભારે વરસાદ બાદ બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. વરસાદી પાણી દિવસો સુધી ભરેલું રહેવાથી મચ્છર જન્ય અને પાણી જન્ય રોગ વધી જાય છે. ભારે વરસાદ બાદ બીમારીનું પણ જોખમ તોળાવા લાગ્યું છે. તેવામાં જો તમારી Immunity નબળી હશે તો તમે જલ્દીથી બીમારીનો ભોગ બની જશો. આવી ગંભીર સ્થિતિમાં બીમાર ન પડવું હોય અને સ્વસ્થ રહેવું હોય તો આ 5 Monsoon Health Tips બાબતોનું ચોમાસા ની ઋતુમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે આ 5 Monsoon Health Tips ફોલો કરશો તો ચોમાસા દરમિયાન પણ સ્વાસ્થ્ય સારું રહેશે.
આ પણ વાંચો: 20000 થી ઓછા રૂપિયામાં સારી કંપનીના 5G મોબાઈલ ફોન, જુઓ આ 5 શ્રેષ્ઠ ફોન
1. પુરતી માત્રામાં ઊંઘ લો.
જો આ ઋતુ દરમિયાન તમે ઓછી ઊંઘ કરો છો તો Immunity ઘટી જાય છે. જેના લીધે જુદી જુદી બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. એટલા માટે નિયમિત રીતે પૂરતી માત્રામાં ઊંઘ લેવી જરૂરી છે. દરરોજ રાત્રે ઓછામાં ઓછી 6 કલાકની ઊંઘ લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધરો કરે છે.
2. હેલ્ધી આહાર
આ ઋતુ દરમિયાન ખોરાકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નિયમિત પોષક તત્વોથી ભરપૂર વાળો ખોરાક લેવો જોઈએ. જેમાં અલગ અલગ શાકભાજી, તાજા ફળો અને Dry fruit જેવો આહાર લેવો જોઈએ.
3. 30 મિનિટ દરરોજ કસરત કરવી
Immunity વધારવા માટે દરરોજ 30 મિનિટ કસરત કરવી જોઈએ. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમે સવારે વહેલા જાગી ખુલ્લી તાજી હવામાં Walk પણ કરી શકો છો. તેનાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે.
4. યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ
શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે Hydrated રહેવું ખૂબ જ જરૂરી છે. શરીરમાં પાણીની ઊણપ હોય તો તેના કારણે ઘણી તકલીફ ઊભી થાય છે. શરીરને Hydrated રાખવા આખા દિવસમાં પાણી, નારિયેળ પાણી, ફ્રુટ જ્યુસ, સુપ વગેરેનું સેવન કરવું જોઈએ.
આ પણ વાંચો: જીઓના દરરોજ 3GB ડેટા, Unlimited Free કોલિંગ, ફક્ત 219 રૂપિયામાં;
5. સ્ટ્રેસ ન લેવો
કોઈપણ તકલીફમાં વધુ પડતો સ્ટ્રેસ લેવાના લીધે રોગપ્રતિકારક શક્તિ પર એકદમ અસર થાય છે. જો તમે ઈચ્છો છો કે તમારી રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો સ્ટ્રેસ લેવાનું છોડી દો.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે https://juniorclerk.com/ જબદારી લેતું નથી.)
અગત્યની લીંક
હોમ પેજ | અહીં ક્લિક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |

શરીરને સારું રાખવા માટે દરરોજ કેટલા મિનિટ કસરત કરવી જોઈએ ?
30 મિનિટ
શરીરને હેલ્ધી રાખવા માટે કેવો ખોરાક લેવો જોઈએ ?
અલગ અલગ શાકભાજી, તાજા ફળો અને Dry fruit જેવો આહાર લેવો જોઈએ.